Gujarat Election 2022 : ભારતનો ત્રિરંગો યુક્રેનમા સુરક્ષાની ગેરંટી બન્યો : પીએમ મોદી

|

Dec 02, 2022 | 8:52 PM

પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ત્રિરંગો લઇને આપણે યુવાનોને બહાર લઇ આવ્યા. ભારતનો તિરંગોએ દેશના યુવાનો માટે સુરક્ષાની નિશાની બની ગયો. તેમજ 2014 થી દુનિયાની ઈસ્લામિક દેશો સાથે આપનો ઘનિષ્ઠ સબંધ બન્યો. આજે સાઉદી અરેબિયા હોય યુએઇ હોય કે બહેરીન હોય દરેક ગુજરાતીની ગૌરવ થાય તેમ મને નવાજવા માટે કદમ ઉઠાવ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત પીએમ મોદી આજે અમદાવાદમાં બીજો રોડ શો યોજ્યો હતો. તેમજ સરસપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી . જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ત્રિરંગો લઇને આપણે યુવાનોને બહાર લઇ આવ્યા. ભારતનો તિરંગોએ દેશના યુવાનો માટે સુરક્ષાની નિશાની બની ગયો. તેમજ 2014 થી દુનિયાની ઈસ્લામિક દેશો સાથે આપનો ઘનિષ્ઠ સબંધ બન્યો. આજે સાઉદી અરેબિયા હોય યુએઇ હોય કે બહેરીન હોય દરેક ગુજરાતીની ગૌરવ થાય તેમ મને નવાજવા માટે કદમ ઉઠાવ્યું.

દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ક્યાંય હોય તો તે ભારતમાં છે.  નીતિઓ બનાવવાનું કામ અમે કર્યુ છે. 2014માં આ દેશમાં  2 જ ફેક્ટરીઓ હતી. આજે 200 ફેક્ટરીઓ છે. 8 વર્ષ પહેલા ફોન આપણે  ઈમ્પોર્ટ કરતા હતા આજે આપણે વિદેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ.  સમૃદ્ધિ તરફ જવાની પહેલી શર્ત હોય છે સુરક્ષા. જો અપરાધ, હોય, સંકટ હોય તો ક્યારેય વિકાસ ન થાય, જે હોય તે પણ બર્બાદ થઈ જાય. અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના દિવસો આપણે પાછા નથી આવવા દેવાના, શાંતિ અને સદ્દભાવ સાથે આગળ વધવા માટે કામ કરી રહ્યા છે. આજે બહારના લોકો ગુજરાતની શાંતિ અને સલામતી જોઈને ગુજરાત તરફ નજર દોડાવી રહ્યુ છે. આજે દેશના આધુનિકરણ તરફ ભાજપ દિવસ રાત કામ કરી રહ્યુ છે.

Published On - 8:49 pm, Fri, 2 December 22

Next Video