Gujarat Election 2022 : મહેસાણા જિલ્લાના વિજાપુરમાં અમિત શાહે સભા સંબોધી, કહ્યું ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહેસાણાના વિજાપુરમા જનસભા સંબોધી હતી. તેમણે ગુજરાતના વિકાસ મુદ્દે ફરી વિરોધીઓ પર વાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં કર્ફ્યૂ વારંવાર લાદવામાં આવ્યો હતો. તેમજ ભાજપે ગુજરાતમાં શાંતિ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 6:13 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહેસાણાના વિજાપુરમા જનસભા સંબોધી હતી. તેમણે ગુજરાતના વિકાસ મુદ્દે ફરી વિરોધીઓ પર વાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં કર્ફ્યૂ વારંવાર લાદવામાં આવ્યો હતો. તેમજ ભાજપે ગુજરાતમાં શાંતિ કરી દીધી છે. તેમજ રાજ્યના યુવાનોએ હજુ કર્ફ્યૂ શબ્દ સાંભળ્યો નથી.

જેમાં અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસના શાસન દરમ્યાન મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ડાર્ક ઝોનમાં હતું તેમ છતાં કોંગ્રેસને ગુજરાતની કોઇ ચિંતા જ નહોતી.કોંગ્રેસે નર્મદા યોજનાને પણ ખોરંભે ચઢાવી હતી જેના કારણે આખું ગુજરાત દાયકાઓ સુધી તરસ્યું રહ્યું. પરંતુ આજે ભાજપના શાસનમાં નર્મદાના નીર ફક્ત મહેસાણા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં થઇને રાજસ્થાનની તરસી ધરતી સુધી પહોંચે છે.

ભાજપ સરકારે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરી. તેમણે કહ્યું કે ભાજપે બેચરાજીના વિકાસ માટે અનેક પગલાં ભર્યા છે. તો બેચરાજી મંદિરના વિકાસ માટે 1 હજાર કરોડનો ખર્ચ કરવાની કટિબદ્ધતા પણ ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">