Gujarat Election 2022: હોમ ગાર્ડના જવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા

|

Nov 28, 2022 | 8:29 PM

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી.

ગુજરાત ઇલેક્શન2022: ચૂંટણીના માહોલમાં GRD-હોમગાર્ડના અધિકારીઓ સુરક્ષામાં તૈનાત હોય છે, પરંતુ નવસારીના વાંસદામાં GRD-હોમગાર્ડ કોંગ્રેસનો ખેસ પહેરી પ્રચાર કરતા નજરે પડ્યા હતા. જેને પગલે આ ચારેય હોમગાર્ડને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા. વાંસદામાં આ ચારેય યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોય તેવા ફોટો પણ સામે આવ્યા હતા. જેમાં હોમગાર્ડ પ્રકાશ ગામીત, શૈલેષ ગામીત, સુરેશ ગામીત અને સંજય ગામીત નજરે પડ્યા હતા.

નવસારી જીલ્લાનો એક માત્ર તાલુકો કે જ્યાં 1962થી અત્યાર સુધીમાં ભાજપ માત્ર એકવાર જ ચૂંટણી જીતી શક્યું છે. આ બેઠક છે આદિવાસી વિસ્તારની વાંસદા બેઠક. ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો  2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતા.

વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video