Gujarat Election 2022: ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદાનની તૈયારીઓ શરુ, વધુ મતદાન કરવાની કરી અપીલ

|

Sep 27, 2022 | 10:54 PM

Gujarat Election: ગુજરાતની જનતા અને રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહી છે. તે બધા વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચના 2 સભ્યો આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે આજે પ્રેસ કોન્ફ્રરન્સ કરીને મહત્ત્વની માહિતી આપી હતી.

Gujarat Election 2022 : ગુજરાતની જનતા અને રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહી છે. તે બધા વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચના (Central Election Commission) 2 સભ્યો આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે આજે પ્રેસ કોન્ફ્રરન્સ કરીને મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીથી આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા તમામ ગુજરાતની જનતાને મતદાન માટે અપીલ કરી હતી. તેમણે આ અપીલ ખાસ અંદાજમાં કરી હતી. તેમણે ગુજરાતીમાં કહ્યું કે, મતદાન કરવાનો અવસર આવ્યો છે, ગુજરાતના આંગણે મતદાન કરવાની અમુલ્ય તક ચૂકશો નહીં. તેમને શીખીને બોલવામાં આવેલા આ વાક્ય પર પ્રેસ કોન્ફ્રરન્સ તાળીઓથી ગૂંજી ઉઠી હતી.

તેમણે આવનારા 2 દિવસમાં તેઓ કઈ કામગીરી કરવાના છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં હાલની સરકારનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2023ના રોજ પૂરો થશે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 6 કરોડ લોકો વસે છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટ છે. ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રલોભનમુક્ત ગુજરાત વિધાનસભા ચૂંટણી કરવા માંગે છે.

51,782 મતદાન મથકો પર થશે મતદાન

ગુજરાતમાં 2.5 કરોડ પુરુષ મતદારો અને 2.37 મહિલા મતદારો છે. 10 ઓક્ટોબરના રોજ મતદારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે 51,782 મતદાન મંથકો પર મતદાન થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકોને વધુ વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેના માટે ચૂંટણી પંચ ખાસ કાર્યક્રમો પણ કરશે.

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સહિત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી બે દિવસ માટે ગાંધીનગરની મુલાકાતે છે. તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સમીક્ષા કરી હતી. તેમજ 33 જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે.

Next Video