Gujarat Election 2022 :  મહેસાણામાં મતગણતરીના સ્થળે જોવા મળી શંકાસ્પદ કાર, તપાસમાં આ વિગતો આવી સામે

Gujarat Election 2022 : મહેસાણામાં મતગણતરીના સ્થળે જોવા મળી શંકાસ્પદ કાર, તપાસમાં આ વિગતો આવી સામે

| Edited By: | Updated on: Dec 07, 2022 | 12:52 PM

આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે તમામ પક્ષ પોતાની જીતનો વિશ્વાસ પરિણામ સુધી અંકબંધ રાખી રહ્યા છે.

મહેસાણામાં મત ગણતરી કેન્દ્ર પર શંકાસ્પદ કારની અવરજવર મુદ્દે તપાસમાં પોલીસકર્મીની કાર હોવાનું ખૂલ્યું છે. બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીની કાર હોવાની કલેકટર અને ચૂંટણી અધિકારીની તપાસમાં સામે આવ્યું છે. મત ગણતરી કેન્દ્ર પર કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ AAPના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. ઉપસ્થિત તમામ ઉમેદવારને સ્ટ્રોંગરૂમની મુલાકાત પણ કરાવી હતી. જયારે કોંગ્રેસના નેતાઓ અને વિજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં આવતીકાલે મત ગણતરી થવાની છે ત્યારે  રાજ્યમાં તમામ  જિલ્લામાં મતગણથરી કેન્દ્ર ખાતે ચાંપતી સુરક્ષા રાખવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

જાણો એક્ટિઝ પોલના આંકડા શું કહી રહ્યા છે ?

આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે તમામ પક્ષ પોતાની જીતનો વિશ્વાસ પરિણામ સુધી અંકબંધ રાખી રહ્યા છે. આ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે મા અંબાજીના આશિર્વાદ લેવા અને જીતની પ્રાર્થના કરવા અંબાજી પહોંચ્યા હતા. તો બીજી તરફ એગ્જિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દાવો કર્યો છે.