દાહોદમાં આત્માનો ‘ગૃહપ્રવેશ’ કરાવવામાં આવ્યો ! રસ્તા પર ધૂણ્યો ભૂવો અને પરિવારે વાજતે ગાજતે પૂજા કરી – જુઓ Video
દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાદ યુવકના પરિવારજનોને એવો વહેમ થયો કે, તેમના પરિજનનો આત્મા હોસ્પિટલમાં ભટકી રહ્યો છે અને ઘરે આવવા માટે તડપી રહ્યો છે.
દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બાદમાં યુવકના પરિવારજનોને એવો વહેમ થયો કે, તેમના પરિજનનો આત્મા હોસ્પિટલમાં ભટકી રહ્યો છે અને ઘરે આવવા માટે તડપી રહ્યો છે.
આદિવાસી પરંપરા મુજબ ‘વિધિ’ કરાઈ
આ માન્યતા પછી પરિવાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો અને છેવટે આત્માને ઘરે લાવવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ગાતલા વિધિ’ કરવામાં આવી. પરિવારના સભ્યો ભૂવાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની બહાર ધૂણતા ધૂણતા, પૂજા પાઠ કરતા અને તંત્ર મંત્રના જાપ કરતા દેખાયા.
આખી વિધિ બાદ આત્માનો ‘ગૃહપ્રવેશ’ કરાવવામાં આવ્યો હતો. આ ‘ગાતલા વિધિ’ મુજબ, મૃતકના આત્માને પૂજા સાથે ઘર લઈ જવાનું માનવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે. દાહોદની હોસ્પિટલમાં આ વિધિ દરમિયાન સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
વિજ્ઞાન જાથાના ચેરમેને કરી નિંદા
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાનના યુગમાં આવી અંધશ્રદ્ધા અસ્વીકાર્ય છે. તેમણે તાંત્રિક તથા વિધિ કરનાર પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, નવા વિધેયક મુજબ બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

