Gujarati Video : ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા અંગે બનાવાઈ આચારસંહિતા, યુનિફોર્મમાં રિલ્સ બનાવશે તો પગલા લેવામાં આવશે
ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા (Social media) અંગે ખાસ આચારસંહિતા (Code of Conduct) બનાવવામાં આવી છે. જેમાં કેટલાક પોલીસકર્મી આચારસંહિતાનું પાલન ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Gandhinagar : ગુજરાત પોલીસ (Gujarat Police) હવે ખાખી યુનિફોર્મ સાથે રિલ્સ નહીં બનાવી શકે. DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા (Social media) અંગે ખાસ આચારસંહિતા (Code of Conduct) બનાવવામાં આવી છે. જેમાં કેટલાક પોલીસકર્મી આચારસંહિતાનું પાલન ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આ પરિપત્રમાં પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે તેવુ પણ જણાવવામાં આવ્યુ છે. પોલીસકર્મી યુનિફોર્મમાં રિલ્સ બનાવશે તો પગલા લેવામાં આવશે.
પોલીસકર્મીઓ માટે આચારસંહિતા
- પોલીસકર્મીઓને યુનિફોર્મમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ
- યુનિફોર્મમાં રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર મૂકી શકાશે નહિં
- ફરજ પર અથવા ફરજ સિવાયના સમયે રિલ્સ ન બનાવવા આદેશ
- પોલીસની છબી કલંકિત કરશે તો કડક કાર્યવાહી થશે
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos