Gujarat Assembly Election 2022: કોંગ્રેસથી નારાજગીની વાતો વચ્ચે હાર્દિક પટેલને દિલ્લીનું તેડૂ, દિલ્લીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કરશે મુલાકાત

| Edited By: | Updated on: Apr 17, 2022 | 1:35 PM

થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે (Hardik Patel) પ્રદેશ કોંગ્રેસની (Congress) નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવી હતી. હાર્દિક પટેલે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક કોંગ્રેસ નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. જો કે મામલો વધુ બિચકે તે પહેલા હાર્દિક પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું, હું પાર્ટી છોડવાનો નથી.

કોંગ્રેસથી (Congress) નારાજ ચાલી રહેલા નેતા હાર્દિક પટેલને (Hardik Patel) હવે દિલ્લીનું તેડુ આવ્યુ છે. હાઈ કમાન્ડનું તેડૂ આવતા હવે હાર્દિક પટેલ દિલ્લી (Delhi) જશે અને દિલ્લીમાં કોંગ્રેસના સિનિયર નેતા સાથે મુલાકાત કરશે. છેલ્લા કેટલાક દિવસથી મીડિયા સમક્ષ પક્ષ પ્રત્યે નારાજગી દર્શાવવાની સાથે હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ નહીં છોડવાનું પણ નિવેદન આપ્યુ છે અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાં કઈ બનતુ હશે તો તેના વિશે હું અવાજ ઉઠાવીશ. ત્યારે આ વચ્ચે હાર્દિક પટેલની દિલ્લી મુલાકાત ચર્ચાનો વિષય બન્યો છે.

હાર્દિક પટેલની હાલમાં કોંગ્રેસ પક્ષ તરફ ચાલતી નારાજગીને લઈને માનવામાં આવી રહ્યુ છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા પાસેથી વિગતો દિલ્લી પહોંચી હશે. ત્યારે હાર્દિક પટેલ દિલ્લી જવાના છે, ત્યારે તેમની નારાજગીને લઈને પણ ત્યાં ચર્ચા થાય તેવી શક્યતા છે. ત્યારે હાર્દિક પટેલની આ દિલ્લી મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. દિલ્લીના મોવડી મંડળ સાથે મુલાકાત બાદ હાર્દિક પટેલ મીડિયા સમક્ષ શુ નિવેદન આપશે તેને લઈને પણ આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. નારાજગીની વાત બાદ હાર્દિક પટેલની આ દિલ્લી મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવી હતી. હાર્દિક પટેલે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક કોંગ્રેસ નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. જો કે મામલો વધુ બિચકે તે પહેલા હાર્દિક પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું, હું પાર્ટી છોડવાનો નથી. મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. પદના નહીં પણ કામના ભૂખ્યા છીએ. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતુ આ ઘમાસાણ હવે હાર્દિક પટેલની દિલ્લી મુલાકાત બાદ જ ક્યાં જઇને અટકશે તે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : પાકિસ્તાનની નાપાક હરકત: અફઘાનિસ્તાનના ખોસ્ત-કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 30થી વધુ લોકોના મોત