હાર્દિક પટેલના ભાજપ તરફ ઝુકાવના મળ્યા સંકેતો, નરેશ પટેલ સાથે હાર્દિક પટેલે યોજી બંધ બારણે બેઠક
રામનવમીના દિવસે પીએમ મોદીના ટ્વિટ પર હાર્દિક પટેલે (Hardik Patel)લખ્યું "જય સરદાર". ત્યારે હાર્દિકની આ ગતિવિધી શું સંકેત આપી રહી છે ?
હાર્દિક પટેલની(Hardik Patel) કહેવાતી નારાજગી વચ્ચે ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel)કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો છે. એવામાં હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે એક બેઠક (Meeting) યોજી હતી. રાજકોટમાં આશરે અઢી કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઇ હતી. રાજકીય વર્તૂળોમાં આ બેઠક નવા એંધાણોને જન્મ આપી રહી છે. એટલું જ નહીં, બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો થઇ રહી છે.
નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બંધ બારણે બેઠક
નોંધનીય છેકે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે હાર્દિક પટેલે ખૂબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી સામે આવી છે. ત્યારે આ બેઠકને લઈ સવાલો છે કે, હાર્દિકે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે ? હાર્દિક પટેલે અગાઉ જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે.
હાર્દિક પટેલના ભાજપ તરફ ઝુકાવના સંકેતો દેખાયા
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે. હાર્દિક પટેલના આપમાં જોડાવાની અટકળો વચ્ચે ભાજપમાં જવાના સંકેતો દેખાઇ રહ્યા છે. હાર્દિકે પીએમ મોદીના ટ્ટિટને રિટ્ટિટ કરીને અનેક સવાલોને જન્મ આપ્યો છે. રામનવમીના દિવસે પીએમ મોદીના ટ્વિટ પર હાર્દિકે લખ્યું “જય સરદાર”. ત્યારે હાર્દિકની આ ગતિવિધી શું સંકેત આપી રહી છે ? શું આ રીતે ટ્વિટના માધ્યમથી હાર્દિક પોતાના રાજકીય એજન્ડા સેટ કરી રહ્યાં છે ? આ ઉપરાંત PM દ્વારા અનાવરણ કરાયેલી પ્રતિમાની તસવીરો હાર્દિકે સોશિયલ મીડિયામાં મુકી હતી. નોંધનીય છેકે દાહોદના આજના કોંગ્રેસના આદિવાસી કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. હાલમાં કોંગ્રેસમાં પોતાની સ્થિતિ સંદર્ભે પણ હાર્દિકે જાહેર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે હાર્દિક કોંગ્રેસ છોડશે તો ક્યાં જશે તેવી અટકળો તેજ બની છે.
આ પણ વાંચો :મફત વીજળી બાદ પંજાબને મોંઘવારીમાં મળશે રાહત, કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર તિજોરી ખાલી કરવાનો લગાવ્યો આરોપ
આ પણ વાંચો :Anand: ખંભાત જૂથ અથડામણ કેસમાં તંત્ર એક્શનમાં, શક્કરપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણનો થશે સફાયો