ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

|

Mar 15, 2022 | 6:46 PM

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું હતું કે, સરકાર ગૃહમાં ખોટા આંકડા રજૂ કરી ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. અનિયમિત વીજળી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ખેડૂતોને વીજળી આપવા માગણી કરી હતી. 

ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો હતો. જેમાં વીજળી મુદ્દે કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરતી વખતે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા જેને લઈને સાર્જન્ટે ટીંગાટોળી કરી ધારાસભ્યોને બહાર લઈ ગયા હતા. તો બીજી તરફ મામલો ઉગ્ર બનતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાથી વોકઆઉટ(Walkout)કર્યું હતું. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું હતું કે, સરકાર ગૃહમાં ખોટા આંકડા રજૂ કરી ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. અનિયમિત વીજળી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ખેડૂતોને વીજળી આપવા માગણી કરી હતી.કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું કે, ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોને વીજળી નહીં મળે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં 24 કલાક વીજળી આપવાના રાજ્ય સરકારના વાયદા પોકળ સાબિત થઇ રહ્યા છે.. કારણ કે, અપૂરતા વીજળીના પૂરવઠાના કારણે ખેડૂતોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે.. અલગ-અલગ જિલ્લામાં ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યા છે  અને પૂરતો વીજ પૂરવઠો આપવા માગ કરી રહ્યા છે..ગાંધીનગરના દહેગામ.રખિયાલમાં GEB કચેરીને આસપાસના ગામના ખેડૂતોએ તાળાબંધી કરીને વિરોધ કર્યો હતો

આ પણ વાંચો : Mehsana : મહેસાણા જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન, 2048 કેસોનો નિકાલ કરાયો

આ પણ વાંચો : Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ

Published On - 6:43 pm, Tue, 15 March 22

Next Video