રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો ભીષણ રાઉન્ડ, આ જિલ્લાઓમાં શીતલહેર મચાવશે કહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી કહેર મચાવી રહી છે. નવેમ્બરમાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ઠંડી હજુ પણ વધી ગઇ છે. ત્યારે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં ઠંડી વધશે કે પછી કોઇ રાહતના અણસાર છે. હવામાન વિભાગની શું છે આગાહી- વાંચો

| Edited By: | Updated on: Nov 16, 2025 | 9:15 PM

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી રીતે જ ઠંડી જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી કેટલાક દિવસો સુધી આવી રીતે જ રાજ્યમાં ઠંડી રહેશે. હાલ ઉત્તર ભારતમાં ઠંડી કહેર મચાવી રહી છે. જેના કારણે રાજ્યમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે.
ગુજરાતના 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.5,ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15,ડીસામાં 15.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 15, રાજકોટમાં 14.6 ડિગ્રી, કેશોદમાં 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે.

આગામી છથી સાત દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં 4-7 ડિગ્રી ઓછું રહેશે.

અમરેલીમાં ઠંડી વધી રહી છે. રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડી આવી રીતે જ કહેર મચાવશે.

ધોરાજીના ખેડૂતો પર બેવડો માર, માવઠાથી માર સહન કરી રહેલા ખેડૂતોવે હવે બદલાતા વાતાવરણે રડાવ્યા- Video