વીડિયો : ત્રણ રાજ્યમાં ભાજપની જીતના અંભિનંદન આપી શરુ થઇ કેબિનેટની બેઠક, ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં જે મોટા ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે MOU થયા છે.જાપાન સરકાર અને તેમના ડેલીગેશન દ્વારા ગુજરાતમાં રોકાણની વાત પણ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં મળી કેબિનેટની બેઠક મળી છે. દેશના ત્રણ રાજ્યમાં ભાજપની સરકાર બાદ આજે કેબિનેટની બેઠક મળી છે, ત્યારે બેઠક જીતને લઇને એકબીજાને અભિનંદન આપવા સાથે શરુ કરવામાં આવી.આ સાથે જ જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરુ થવા જઇ રહ્યુ છે. તેના પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
જાપાન-સિંગાપોર પ્રવાસની ફલશ્રુતિ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં જે મોટા ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે MOU થયા છે.જાપાન સરકાર અને તેમના ડેલીગેશન દ્વારા ગુજરાતમાં રોકાણની વાત પણ કરવામાં આવી છે. આ વખતના વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાનનો કયા પ્રકારનો રોલ રહેશે, તેની કેબિનેટમાં ચર્ચા થઇ રહી છે.
ગૃહ રાજ્ય મંત્રીના દુબઇ પ્રવાસના મુદ્દા પર ચર્ચા
તેની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દુબઇ પ્રવાસ કરવામાં આવ્યો હતો.દુબઇના ડેલિગેશન દ્વારા પણ જે મહત્વના મુદ્દા હતા, તેની ચર્ચા બેઠકમાં થઇ રહી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીના વિદેશ પ્રવાસનો કેટલો ફાયદો ગુજરાતને મળી શકે તેમ છે, તે વિષય પર ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ
ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ જેવા કે સિગ્નેચર બ્રિજ, સાબરમતી આશ્રમ, બુલેટ ટ્રેન સ્ટેશન અને સુરતના ડાયમંડ બુર્સ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ ચારેય પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન ગુજરાત આવવાના છે, તેની તૈયારીઓ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.