AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે BSF સીમા ભવાની મહિલા દળની બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે BSF સીમા ભવાની મહિલા દળની બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:33 PM
Share

મુખ્યમંત્રીએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અવસરે દેશની એકતા-અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઇકર્સને નારીશક્તિના સામર્થ્યનું આગવું પ્રતીક ગણાવી હતી અને દેશમાં રક્ષા ક્ષેત્રે મહિલાશક્તિની વધતી સહભાગિતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો.

બીએસએફ ( BSF) ની જાંબાઝ મહિલાઓની બાઈક રેલીને(Bike Rally)  ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  ગાંધીનગરથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કન્યાકુમારી સુધી આ મહિલાઓ બાઈક પર સફર કરશે . 22 દિવસમાં બાઇક રેલી પૂર્ણ કરી મહિલાઓ કન્યાકુમારી પહોંચશે.સીમા ભવાની મહિલા દળની 40 મહિલા બાઈક રેલીમાં જોડાઈ..મહિલા સશક્તિકરણને લઈ BSFની મહિલા અધિકારીઓ દ્રારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.BSFની મહિલા બાઈકર્સ 8 માર્ચે દિલ્લીથી રવાના થઈ હતી.મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું, ઘરકામ કરતી મહિલાઓ હવે સીમાઓની સુરક્ષા કરી રહી છે અતિ આનંદની વાત છે..નારી જરૂર પડે તો શસ્ત્ર ઉપાડી શત્રુનો વિનાશ પણ કરી શકે છે.આ પ્રસંગે BSFના IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની 35 જાંબાઝ મહિલાની બાઇકર્સ ટીમના દિલ્હીથી કન્યાકુમારી સુધીના ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન-એમ્પાવરમેન્ટ રાઇડ 2022’ ને ગાંધીનગર સ્થિત બી.એસ.એફ ગુજરાતના હેડકવાર્ટર ખાતે શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અવસરે દેશની એકતા-અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઇકર્સને નારીશક્તિના સામર્થ્યનું આગવું પ્રતીક ગણાવી હતી અને દેશમાં રક્ષા ક્ષેત્રે મહિલાશક્તિની વધતી સહભાગિતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો.

આ પણ વાંચો : મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા : ધરમપુર ગામના તલાટી મંત્રીની બદલીથી રોષ, કલેક્ટરને આવેદન આપી બદલી રોકવા કરી માગ

g clip-path="url(#clip0_868_265)">