CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, લેવાયા મહત્વનાં નિર્ણયો, સ્ટીલ મટીરિયલના વધતા ભાવોને લઈ સરકારી કામો અટવાયા, એક સાથે SORનો ભાવ વધારવા મુખ્યપ્રધાને સૂચના આપી
બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો. બુધવારના સ્થાને કેબિનેટની બેઠક આજે મળી હતી. સવારે 10 કલાકે વિધાનસભા સત્રનો સમય હોવાને કારણે સવારે 8 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઇ હતી.
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી. બુધવારે ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધિ (Oath ceremony)કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજરી આપી શકે છે. જેને લઇને બુધવારના સ્થાને આજે સવારે 8 કલાકે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં એક સાથે SORનો ભાવ વધારવા તેમજ સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો લાભ છેવાડા સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને સૂચના આપી
23 માર્ચ એટલે કે બુધવારે ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધી યોજાઇ શકે છે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને હાજર રહેવાનું આમંત્રણ છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. જેના પગલે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો. બુધવારના સ્થાને કેબિનેટની બેઠક આજે મળી હતી. સવારે 10 કલાકે વિધાનસભા સત્રનો સમય હોવાને કારણે સવારે 8 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઇ હતી.
આ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. એક સાથે SORનો ભાવ વધારવા મુખ્યપ્રધાને સૂચના આપી છે. સ્ટીલ મટીરિયલના ભાવો વધારવાના કારણે સરકારી કામો અટવાયા હોવાનું પ્રધાન જીતુ વાઘાણીએ બેઠકમાં જણાવ્યુ હતુ. ત્યારે બીજી તરફ રાજ્યના છેવાડાના ખેડૂત સુધી પણ સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેવી સૂચના આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં એપ્રિલ મહિનાથી બજેટમાં ફાળવાયેલી રકમનો ઉપયોગ શરૂ થાય તેવી સૂચના આપવામાં આવી, તો ઇ-સેવા સેતુનો લાભ વધુ મળે તે માટે સૂચનાઓ અપાઇ હતી.
આ પણ વાંચો-
Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન
આ પણ વાંચો-