Surat Breaking News : ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી, રાષ્ટ્રીય સ્તરે જિમ્નાસ્ટિક્સમાં સુરત સહિત રાજ્યના યુવાનોનો દબદબો ! જુઓ Video
ગુજરાતના ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક મેડલ જીત્યા છે. વિવિધ કેટેગરીમાં ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓની આ સિદ્ધિએ રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
નેશનલ ચેમ્પિયનશિપની વાત હોય અને ગુજરાતની ટીમ આવી રીતે જળહળી હોય તે ખૂબ જ મોટી વાત છે અને તેમાં પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ આ ત્રણેય મેડલ જ્યારે ગુજરાત જીતે ત્યારે ચોક્કસથી ગુજરાતનું નામ દેશભરમાં રોશન થતું હોય છે. આવનારા સમયમાં જ્યારે કોમનવેલ્થનું આયોજન ગુજરાતમાં થવાનું હોય અને તે પહેલા જ્યારે ગુજરાતના ખેલાડીઓનો દબદબો આવી રીતે નેશનલ ચેમ્પિયનશિપમાં જોવા મળે તો તેનાથી ગૌરવની વાત બીજી કોઈ નહીં હોઈ શકે.
ગુજરાતની ટીમે નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ્સની ઝોળી ભરી છે. ગુજરાતના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સુરત સહિત ગુજરાતના ખેલાડીઓએ દેશભરમાં નામ રોશન કર્યું છે.
Senior Boy ગ્રુપમાં ગુજરાતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યું.
Youth Women ગ્રુપમાં ગુજરાતની ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યું.
Senior Women ગ્રુપમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
Senior Women Pair માં સિયા મોદી અને નિત્યા ડંખરાની સિદ્ધિ પ્રાપ્ત કરી
Junior Mixed Pair માં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યું
કોચ અને ખેલાડીઓની મહેનતથી ગુજરાતને નેશનલમાં મોટી સફળતા મળી છે. ગુજરાતના યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ દમ બતાવ્યો છે. ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો, Ahmedabad Breaking : આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ, 3 દિવસ પહેલા જ લાગ્યો હતો નોકરીએ