સીઆર પાટીલે ખામ થિયરીના સર્જક પૂર્વ CM માધવસિંહ સોલંકી પર કર્યા આડકતરા પ્રહાર, જુઓ

| Edited By: | Updated on: Feb 04, 2024 | 6:09 PM

ખામ થિયરીના સર્જક પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આડકતરો પ્રહાર કર્યો હતો. પાટીલે કહ્યુ હતુ કે, સમાજમાં ભાગલા પાડ્યા હતા અને ભાગલા પાડનારા લાંબા સમય સુધી સત્તામાં ટકી શક્યા નહીં. સમાજમાં ભાગલા પાડીને ખોટું કર્યુ હતુ અને એટલે જ કુદરત તેમની પર કોપાયમાન હતી.

ખામ થિયરીના સર્જક અને પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી પર ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આડકતરો પ્રહાર કર્યો હતો. માધવસિંહ સોલંકીએ ખામ થિયરીના આધારે સત્તા મેળવી હતી. સોલંકીએ સમાજમાં ભાગલા પાડીને સત્તા મેળવી હોવાના આડકતરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો:  સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ! ઇડરમાં બ.કાં. પુરવઠા વિભાગના દરોડા, જુઓ

બોરસદમાં એક કાર્યક્રમ માટે પહોંચેલા સીઆર પાટીલે આ વાત કરી હતી. તેઓએ આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કુદરત તેમની પર કોપાયમાન હતી. તેઓએ સમાજમાં ભાગલા પાડ્યા હતા. જે ખોટું કામ કર્યુ હતુ અને એટલે જ તેઓએ સત્તા મેળવવા છતાં રાજીનામું મુકવુ પડ્યુ હતુ. આમ પાટીલે સમાજમાં ભાગલા પાડીને રાજ કરવાના મુદ્દે પ્રહાર કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 04, 2024 06:08 PM