Breaking News : ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ, જુઓ Video

Breaking News : ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ, જુઓ Video

| Updated on: Jul 18, 2026 | 11:05 PM

ગુજરાત ATS એ ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના કથિત સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો છે. દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના કથિત સ્લીપર સેલ નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા નેટવર્ક અંગે મહત્વની માહિતી સામે આવી છે. આ કેસમાં દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, યુવકો પાસેથી IED બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે, જેનું ફોરેન્સિક પરીક્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસી રહી છે કે કથિત રીતે તેમનું બ્રેઇનવોશિંગ કરવામાં આવ્યું હતું કે નહીં અને આ સમગ્ર નેટવર્ક કેટલું વ્યાપક હતું. આ મામલો વર્ષ 2008ના બોમ્બ કાંડની મોડસ ઓપરેન્ડીનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ હોઈ શકે છે. પકડાયેલા યુવકોની ઉંમર આશરે 20 વર્ષ છે. તેઓ અભ્યાસના ઓઠા હેઠળ આતંકવાદી સંગઠનોની વિચારધારા અન્ય યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ આ નેટવર્કના અન્ય સંભવિત કડીઓ, સંદેશાવ્યવહાર માધ્યમો અને ભંડોળ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓની અટકાયત

Follow Us