ગુજરાત ATSનું શસ્ત્રોના સોદાગર પર મોટુ ઓપરેશન, 39 જેટલા હથિયાર સાથે 15થી વધુ આરોપીની ધરપકડ

|

May 05, 2022 | 2:10 PM

પકડાયેલા આરોપીઓ મોટાભાગના સૌરાષ્ટ્રના ( Saurashtra)  હોવાનું સામે આવ્યું.નક્સલીઓના વિસ્તારમાંથી હથિયારો ગુજરાત આવ્યા છે કે કેમ તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.ગેરકાયદેસર હથિયારના વેચાણનું ( illegal weapon )રેકેટ ચલાવતા 39 જેટલા હથિયાર સાથે 15થી વધુ આરોપીની ધરપકડ કરી છે.રાજ્ય તપાસમાં(Gujarat ATS)  સામે આવ્યું કે આરોપીઓ બહારથી ગેરકાયદે હથિયાર લાવી સૌરાષ્ટ્રમાં વેચતા હતા. પકડાયેલા આરોપીઓ મોટાભાગના સૌરાષ્ટ્રના(Saurashtra)  હોવાનું સામે આવ્યું. નક્સલીઓના વિસ્તારમાંથી હથિયારો ગુજરાત આવ્યા છે કે કેમ તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

છેલ્લા એક સપ્તાહમાં ગુજરાત ATSને મોટી સફળતા

તમને જણાવવું રહ્યું કે, ATS દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આ 3 મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં કંડલા પોર્ટ પરથી 1439 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું હતું. અને જેમાં 9 પાકિસ્તાનીને પકકડવામાં આવ્યું હતું. આ અગાઉ ગુજરાત ATSને માહિતી મળી હતી કે અમરેલીના (Amreli) પીપાવાવના પોર્ટ પર એક કન્ટેનર આવેલ છે, જેમાં ડ્રગ છે.જેથી ATS અને DRI દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં પહેલા તપાસ કરતા અધિકારીઓને 395 કિલો યાર્નની વચ્ચે લિકવિડ ફર્મના હેરોઇન મળી આવ્યું હતુ.

બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે 90 કિલો આ હેરોઈનની બજાર કિંમત આશરે 450 કરોડન છે. હાલ આ મામલે પણ DRI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ ડ્રગ કોણે અને ક્યાં થી મંગાવ્યું હતું અને આ રેકેટમાં કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ બાદ ઘણા મોટા ખુલાસાઓ થઈ શકે છે.

Next Video