Gujarat Assembly Election 2022 : અમદાવાદની નિકોલ વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે લોકોની લાંબી લાઇનો

|

Dec 05, 2022 | 4:50 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકો પર બપોર બાદ મોટી માત્રામાં મતદાન થઇ રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભા વિસ્તારમાં લોકો મતદાન કરવા માટે લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકો પર બપોર બાદ મોટી માત્રામાં મતદાન થઇ રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભા વિસ્તારમાં લોકો મતદાન કરવા માટે લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં છેલ્લા કલાકમાં મતદાન માટે  લોકો કતારમાં જોવા મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન થયુ છે.

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

Published On - 4:49 pm, Mon, 5 December 22

Next Video