ગાંધીનગર એસપી ઓફિસ ખાતે સુરક્ષા વધારાઈ, મીડિયાકર્મીના પ્રવેશ પર પ્રતિબંધ

ગાંધીનગર એસપી ઓફિસમાં પોલીસ સિવાય કોઇની પણ અવર જવર પર  પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ  મીડિયાને પણ એસપી ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો  છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:05 PM

ગુજરાતના(Gujarat)  ગાંધીનગરમાં(Gandhinagar)  પેપર લીક(Paper leak)  મુદ્દે કમલમ(Kamlam)  ખાતે થયેલા ઘર્ષણમાં મુદ્દે પોલસે આપના(AAP)  કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જેના પગલે ગાંધીનગર એસપી ઓફિસની(SP Office)  સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ એસપી ઓફિસની આસપાસ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. તેમજ હાલ સ્થળે પોલીસ સિવાય કોઇની પણ અવર જવર પર  પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ  મીડિયાને પણ એસપી ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો  છે.

આ દરમ્યાન મળતી માહિતી મુજબ  આપના  ઇસુદાન ગઢવી સહિતના કાર્યકરોને એસ. પી. ઓફિસ ખાતે રાખવામાં  આવ્યા છે. AAPના 6 નેતા સહિત 500ના ટોળા સામે પોલીસે  FIR દાખલ કરી છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને શિવકુમાર , પ્રવીણ રામ, નિખિલ આદત અને હસમુખ પટેલ સામે FIR કરવામાં આવી છે. તેમજ આ તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં પોલીસે આઇપીસીની કલમ 452, 341, 323, 143  હેઠળ FIR દાખલ કરી છે. તેમજ બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે.. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો.. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા.. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.

જેમાં  સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો.જેમાં AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે.. પોલીસે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિત AAPના કાર્યકરોની અટકાયત કરી છે..AAPના નેતાઓ કેવી રીતે કમલમમાં ધસી આવ્યા તેના CCTV પણ સામે આવ્યા છે..તો બીજીતરફ ભાજપની મહિલા કાર્યકરોએ ઈસુદાન ગઢવી પર છેડતી અને નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: SURAT : બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ અને સેલ્ફ ડીફેન્સની તાલીમ અપાઈ

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે સુચિત રોકાણોના વધુ 37 MOU થયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">