ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટ શહેરનું પરિણામ 71.01 ટકા છે. જ્યારે રાજકોટ સદરનું પરિણામ 83.43 ટકા છે.
આ પણ વાંચો-ધોરણ 6 અને 10 માં નાપાસ થયેલો ઇસમ બન્યો ચાઈનીઝ સાયબર ક્રિમિનલ, ચીનથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ
ઇતિહાસમાં પહેલી વાર એક જ મહિનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપી દેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરીણામ પરીક્ષાના દોઢથી બે મહીના બાદ આપવામાં આવતુ હતુ. જો કે આ વખતે વહેલા પરીણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લામાં સારુ પરિણામાં આવતા શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…