GSEB 12th science Results 2023 live : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા જિલ્લાનું 65.54 ટકા પરિણામ,જુઓ Video
GSEB 12th science Results 2023 live updates : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા જિલ્લાનું 65.54 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા જિલ્લાનું 65.54 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા હાંસલ કરી છે. શહેરની અંબે વિદ્યાલયના કુશ શાહે 99.99 પર્સેન્ટાઈલ અને હર્ષ સોની નામના વિદ્યાર્થીએ 97.77 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેને લઈ સ્કૂલ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ આવ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6188 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 11984 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 24185 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 19135 વિદ્યાર્થીઓએ C1 મેળવ્યો છે. જ્યારે 8975 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
