Rajkot Video : રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળી અને કપાસની આવક, મગફળીનો ભાવ રૂ.1800 તેમજ કપાસનો ભાવ રૂ.1500 બોલાયો
માર્કેટ યાર્ડમાં મુહૂર્તના સોદામાં જ કપાસનો ભાવ રૂપિયા 1500 બોલાયો છે. તો મગફળીનો ભાવ રૂપિયા 1800 બોલાયો છે. ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં રૂપિયા 300થી 500 જેટલો વધારો થયો છે. તો કપાસના ભાવ ગત વર્ષની સરખામણીમાં યથાવત છે.
Rajkot : રાજકોટમાં હજુ તો વાવેતર ચાલી રહ્યું છે, ત્યારે ખરીફ ઋતુની નવી મગફળી (Groundnut) અને કપાસની (Cotton) આવક શરૂ થઇ ગઇ છે. એપ્રિલ અને મે માસમાં કરેલું વાવેતર હવે રાજકોટના માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યું છે. માર્કેટ યાર્ડમાં મુહૂર્તના સોદામાં જ કપાસનો ભાવ રૂપિયા 1500 બોલાયો છે. તો મગફળીનો ભાવ રૂપિયા 1800 બોલાયો છે.
ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં રૂપિયા 300થી 500 જેટલો વધારો થયો છે. તો કપાસના ભાવ ગત વર્ષની સરખામણીમાં યથાવત જ છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. વાવેતર સતત ઘટી રહ્યું હોવાના કારણે મગફળીની આવક ઓછી થઇ છે. છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘટ્યું હોવાના કારણે આવક ઘટી રહી છે. જેથી ભાવમાં પણ વધારો થયો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો