પંચમહાલ: રાજ્યભરમાં દિવાળી ટાણે GRD અને SRD જવાનોને પગાર ન મળ્યો હોવાની રાવ

| Edited By: | Updated on: Nov 10, 2023 | 10:14 PM

ગુજરાત કામદાર મહાસંગઠને કલેક્ટર મારફતે મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને DGPને રજૂઆત કરી છે. દિવાળીના સમયે પગાર ન મળતા જવાનોને મુશ્કેલી સર્જાઇ છે. ત્યારે GRD અને SRD જવાનોના પગાર તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તેવી કામદાર મહાસંગઠને માગ કરી છે.

દિવાળીનું પર્વ આવી ગયું, પરંતુ GRD અને SRD જવાનોને એક મહિનાનો પગાર ન મળ્યો હોવાની રાવ સામે આવી છે. રાજ્યભરના 40 હજારથી વધુ જવાનો એક માસના પગારથી વંચિત હોવાની ફરિયાદ છે. ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટરને આ મુદ્દે ગુજરાત કામદાર મહાસંગઠન મંચે આવેદનપત્ર આપ્યું છે.

આ પણ વાંચો પંચમહાલમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી, 7 હજારથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

ગુજરાત કામદાર મહાસંગઠને કલેક્ટર મારફતે મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને DGPને રજૂઆત કરી છે. દિવાળીના સમયે પગાર ન મળતા જવાનોને મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે GRD અને SRD જવાનોના પગાર તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તેવી કામદાર મહાસંગઠને માગ કરી છે.

(With Input : Nikunj Patel)

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો