Banaskantha: મીઠાવી ચારણ ગામે તીડ આવ્યા હોવાનો ખેડૂતોનો દાવો, તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી, જૂઓ Video

|

Aug 18, 2023 | 10:33 AM

ખેડૂતોના દાવા મુજબ તીડ હોવાના પગલે સરપંચે કલેકટર અને તીડ નિયંત્રણની ટીમને જાણ કરી હતી. જેને લઈને ખેતરોમાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં ગ્રાસ હોપર હોવાનો દાવો કર્યો છે.

Banaskantha : બનાસકાંઠાના મિઠાવી ચારણ ગામે તીડ આવ્યા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો. જેને લઈને ભારત સરકારની તીડ (locust) નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી અને તપાસ (investigation) હાથ ધરી. જેમાં આ જીવજંતુ તીડ નહિં પરંતુ ગ્રાસ હોપર હોવાનો તીડ નિયંત્રણ ટીમે દાવો કર્યો છે. તીડ નિયંત્રણેની ટીમ અને ગ્રામ સેવકોએ ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો.

આ પણ વાંચો- Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ

મહત્વનું છે કે ખેડૂતોના દાવા મુજબ તીડ હોવાના પગલે સરપંચે કલેકટર અને તીડ નિયંત્રણની ટીમને જાણ કરી હતી. જેને લઈને ખેતરોમાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં ગ્રાસ હોપર હોવાનો દાવો કર્યો છે. જે તીડ જેટલું પાકને નુકસાન નથી કરતું. જેથી ખેડૂતોએ પણ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:04 am, Fri, 18 August 23

Next Video