Rajkot: MLA કુંવરજી બાવળિયાએ મત આપીને કટાક્ષ કર્યો, ‘કમળો હોય તેને પીળું જ દેખાય’, જાણો સમગ્ર વિગત

| Edited By: | Updated on: Dec 19, 2021 | 10:10 AM

Rajkot: વીંછીયામાં ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ કુંવરજી બાવળિયાએ કટાક્ષ કર્યો. જાણો સમગ્ર વિગત.

Gram Panchayat Election: રાજકોટના જસદણના વીંછીયામાં ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ કુંવરજી બાવળિયાએ કટાક્ષ કર્યો હતો કે, કમળો હોય તેને પીળું જ દેખાય તેને વિકાસ ન દેખાય. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવાર પણ છે જેને હંમેશા ટીકા જ આવડે છે. જો કે, વીંછીયાની પ્રજા શાણી અને સમજુ છે તેઓ પોતાના સારા સરપંચને ચૂંટી લેશે.

જણાવી દઈએ કે વહેલી સવારથી જિલ્લાના ગામડાઓમાં મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયત આવેલી છે. તો રાજકોટ જિલ્લાની 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જ્યારે 413 પંચાયતોમાં આજે ખરાખરીનો જંગ છે. જિલ્લાના 7 લાખથી વધુ મતદારો પંચાયતનું ભાવિ નક્કી કરશે.

આ ચૂંટણી માટે જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તો 5,501 જેટલો પોલિંગ સ્ટાફ પણ ચૂંટણીમાં હાજર રહેશે. મોટી વાત એ છે કે આ મતદાન મથકોમાં 358 સંવેદનશીલ મતદાન મથકો છે.

તો રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયતમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

 

આ પણ વાંચો: Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

આ પણ વાંચો: ભારે ઠંડી વચ્ચે ગ્રામ પંચાયતના મતદાનનો માહોલ ગરમાયો, રાજ્યમાં 2 કલાકમાં નોંધાયું આટલું મતદાન

Published on: Dec 19, 2021 10:09 AM