રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત હોવાનું સામે આવ્યુ છે. 20 જેટલી દુકાનોમાં પૂરતો જથ્થો ન આવતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતા પુરવઠામાંથી જ જથ્થો ન મળ્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં છે.
તુવેર દાળ માટે 100 ટકા રુપિયા ભર્યા છતા માત્ર 30 ટકા જ જથ્થો અપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂરતો જથ્થો ન આવતા હોવાથી ગ્રાહકોને તુવેર દાળ ન ગ્રાહકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. સરકારમાંથી જથ્થો મોડો આવતા દુકાનોમાં જ જથ્થો ન પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે. વહેલીતકે સરકાર પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપે તેવી વેપારીઓની માગ કરવામાં આવી રહી છે.