GANDHINAGAR : કથિત પેપર લીક કાંડમાં સરકાર યોગ્ય તપાસ કરાવશે : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:30 PM

ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પેપર કૌભાંડના આક્ષેપ બાદ પોલીસે અત્યાર સુધી કુલ 24 લોકોની અટકાયત કરી છે.જેમાં ગાંધીનગરના 8 અને સાબરકાંઠાના 16 લોકોની અટકાયત કરવામાં આવી છે.

કથિત પેપર લીક કાંડનો મુદ્દો ગરમાયો છે. ત્યારે આ મામલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ કેસમાં યોગ્ય તપાસ કરાવશે તેમ જણાવ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છેકે પેપર લીક કેસમાં સમગ્ર મામલે જીણવટીભરી તપાસ થશે. અને, દોષિતોને બક્ષવામાં નહીં આવે.

તો બીજી તરફ, ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પેપર કૌભાંડના આક્ષેપ બાદ પોલીસે અત્યાર સુધી કુલ 24 લોકોની અટકાયત કરી છે.જેમાં ગાંધીનગરના 8 અને સાબરકાંઠાના 16 લોકોની અટકાયત કરવામાં આવી છે.તો બીજી તરફ પેપર લીકમાં ઉપયોગમાં લેવાયેલી કાર ગાંભોઈના તબીબની હોવાનો પણ ખુલાસો થયો છે.હાલ પોલીસે તબીબનું નિવેદન નોંધી કારની વિગત મેળવી છે.બીજી તરફ હિંમતનગરના હમીરગઢ, હડીયોલ અને પ્રાંતિજના ઉંછાનીમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં સાબરકાંઠાની બે હાઈસ્કૂલના આચાર્યો અને પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારી પર પણ શંકાની સોય છે.

પેપર લીકને લઇ ઠોસ પુરાવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.પેપર લીકના પુરાવાની વાત કરીએ તો જેમની પાસે પેપર પહોંચ્યું હતું તે તમામ 42 વિદ્યાર્થીઓના નામ અને એડ્રેસ સહિતની તમામ ડિટેલ છે.એટલું જ નહીં પેપર ખરીદવા વચેટીયાનો સંપર્ક કર્યો હતો તે 6 વાલીઓના નામ અને ડિટેલ પણ ઉપલબ્ધ છે.વચેટીયાઓના નામ, નંબર અને બેકગ્રાઉન્ડ, પેપરની લેતીદેતી વખતે પૈસાની માંગણીના પુરાવાનું ઓડિયો રેકોર્ડિંગ સહિત શંકાસ્પદ કારના માલિકોની વિગત પણ છે.

આ પણ વાંચો : બોલિવુડમાં કોરોના સંક્રમણ યથાવત : કરીના કપૂર બાદ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી આ અભિનેત્રી થઈ સંક્રમિત