માવઠા બાદ નુકસાનને લઈને સરકાર ચિંતિત, સર્વે બાદ અપાશે સહાય

માવઠા બાદ નુકસાનને લઈને સરકાર ચિંતિત, સર્વે બાદ અપાશે સહાય

| Edited By: | Updated on: Nov 27, 2023 | 8:41 PM

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સર્વેના આધારે સહાયની પ્રક્રિયા શરૂ કરાશે. વરસાદની માત્રા ઘટ્યા બાદ ત્વરીત સર્વેની કામગીરી થશે. વીજળી પડવાને કારણે 29 લોકોના મોત થયા છે, તો 79 પશુઓના પણ મોત થયા છે. સરકાર નિયમો અનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી કરશે.

માવઠાથી ઉભી થયેલી પરિસ્થિતિમાં જનતાને મદદ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખરીફ પાકોને નુકસાન થયું છે ત્યાં સર્વે કરાવવામાં આવશે સાથે જ વીજળી પડવાના કારણે જે લોકોના મૃત્યુ થયા છે તેને રાહત આપવા માટેની પણ પ્રોસેસ સરકાર કરી રહી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જાપાનથી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.

આ પણ વાંચો પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સર્વેના આધારે સહાયની પ્રક્રિયા શરૂ કરાશે. વરસાદની માત્રા ઘટ્યા બાદ ત્વરીત સર્વેની કામગીરી થશે. વીજળી પડવાને કારણે 29 લોકોના મોત થયા છે, તો 79 પશુઓના પણ મોત થયા છે. સરકાર નિયમો અનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો