ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક શિક્ષકો વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના મોજીદળ ગામે પણ સરકારી શાળાના આચાર્ય વિવાદમાં આવ્યો છે. મોજીદળ ગામે વાલીઓએ સરકારી શાળાની તાળાબંધી કરી હોવાની ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર આચાર્ય કનુ મકમપરાની બદલી કરવામાં આવી હોવા છતા પણ ચાર્જ સોંપતા ન હોવા ના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિકોએ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ તાળાબંધી કરી છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આરોગ્ય સચિવને ગ્રામજનોએ બદલી માટે રજૂઆત કરી હતી. આચાર્યની બદલી કરાઈ હોવા છતા નવા આચાર્યને ચાર્જ સોંપ્યો ન હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વાલીઓને સમજાવીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્યને છૂટાં નહીં કરાય તો શાળામાંથી બાળકોના LC કઢાવવાની વાલીઓની ચીમકી આપી છે.