રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારની ગાઈડલાઈન જાહેર, ટેગ વગરના ઢોર માટે 1 થી 10 હજાર સુધી દંડ વસુલાશે, જુઓ Video
રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવાની પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં રખડતા ઢોરના (Stray cattle) કારણે લોકો પરેશાન છે. રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ હવે સરકાર જાગી છે અને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવાની પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
મહાનગરપાલિકા અને નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. ટેગ વગરના ઢોર માટે 1 થી 10 હજાર સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Published on: Aug 24, 2023 07:02 PM
