કાલોલમાં ફરી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો
પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ કરતા દુકાનમાંથી અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો વધારાનો જથ્થો મળી આવ્યો છે. 10 કટ્ટા ઘઉં, 10 કટ્ટા તુવેર દાળ, 34 કિલો ચણાનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પુરવઠા અધિકારીએ વધારાનો જથ્થો સીઝ કર્યો છે અને દુકાનદાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પંચમહાલના કાલોલમાં ફરી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. કાલોલના વી.આર.ખેર નામના સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા સંચાલકને ત્યાં પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો વધારાનો જથ્થો મળી આવ્યો છે.
10 કટ્ટા ઘઉં, 10 કટ્ટા તુવેર દાળ, 34 કિલો ચણાનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પુરવઠા અધિકારીએ વધારાનો જથ્થો સીઝ કર્યો છે અને દુકાનદાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, ગોધરામાં 26 વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ
અગાઉ પણ કાલોલના વેજલપુરમાં સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં ગેરરીતિ ઝડપાઈ હતી. પરવાનેદારને ફાળવવામાં આવેલા જથ્થામાં ચણાની 6 બોરી ઓછી નીકળી હતી સાથે જ સસ્તા અનાજની દુકાનની બાજુમાં આવેલી ખાનગી દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી.
