રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, ગોધરામાં 26 વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. દરરોજ હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે એટલે કે 31 ઓક્ટોબરે ગોધરામાં 26 વર્ષીય યુવાન ઉપરાંત સુરતમાં પણ 35 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે.
રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પંચમહાલના ગોધરામાં 26 વર્ષીય યુવાન હ્રદયરોગથી મોતને ભેટ્યો છે. તોફિક સાદિક મિયા નામના યુવકને છાતીમાં દુખાવો થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો પંચમહાલ : હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનો ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. દરરોજ હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે એટલે કે 31 ઓક્ટોબરે ગોધરામાં 26 વર્ષીય યુવાન સિવાય સુરતમાં પણ 35 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. તો વડોદરામાં હાર્ટએટેકથી યુવકનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

