Rain Prediction : વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, જુઓ Video

|

Sep 07, 2023 | 6:01 PM

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ રહેશે. તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

Gujarat rain : વરસાદની (Rain) ચાતક નજરે રાહ જોતા રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ રહેશે. તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો PHOTOS : હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો 108 કળશના મહાભિષેક દ્રારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો

તો બીજી તરફ મેઘરાજા દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે. ડાંગના આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે. તો વાઘોડિયા, દાહોદ, ઝાલોદ, લીમડી, વેગઢબારિયામાં પણ વરસાદ પડ્યો છે,.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી લોકોને બફારાથી રાહત મળી છે. તો અરવલ્લીના મોડાસા-ભિલોડા પંથકમાં પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video