Rajkot Video : ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, કિલોમીટરો સુધી લાગી વાહનોની કતારો

|

Mar 20, 2024 | 5:10 PM

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. હોળી પહેલા માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાયું છે. માર્કેટ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે.

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. હોળી પહેલા માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાયું છે. માર્કેટ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 1000થી 2026 સુધી બોલાયા હતા. જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ રૂપિયા 1100થી 2500 સુધીનો બોલાયો હતો.

યાર્ડની બહાર બન્ને બાજુ 1400થી 1500 વાહનોની 6થી 7 કી.મી. લાંબી લાઈનો લાગી હતી. ધાણાની આવકને લઈને યાર્ડનું મેદાન ટૂંકું પડતા લોકોની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી. જેથી યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video