Godhra : ખેડૂતો સિંચાઇના પાણીની વંચિત, શિયાળુ પાક લેવામાં મુશ્કેલી ઉભી થઈ

|

Jan 13, 2022 | 7:09 AM

ગોધરાના ઓરવાડા તળાવની આસપાસ 4થી 5 ગામને નાની સિંચાઇ યોજના હેઠળ સિંચાઇના પાણીનો લાભ મળતો નથી.અને 100થી વધુ ખેડૂતોને ઘઉં, મકાઇ અને ચણાના પાક માટે સિંચાઇના પાણીની સમસ્યા સર્જાઇ છે

ગુજરાતના(Gujarat) પંચમહાલ જિલ્લામાં ગોધરાના(Godhra)ઓરવાડા ગામે તળાવમાં પાણીનો પૂરતો સ્ત્રોત છે. પરંતુ નાની સિંચાઇ (Irrigation) યોજનાના ઇજનેરોએ આ તળાવના પાણીના ઉપયોગનો યોગ્ય પ્લાન બનાવ્યો નથી.. જેના કારણે ઓરવાડા તળાવની આસપાસ 4થી 5 ગામને નાની સિંચાઇ યોજના હેઠળ સિંચાઇના પાણીનો લાભ મળતો નથી.અને 100થી વધુ ખેડૂતોને ઘઉં, મકાઇ અને ચણાના પાક માટે સિંચાઇના પાણીની સમસ્યા સર્જાઇ છે. કેનાલમાં સફાઈ અને મરામતનું કામ માત્ર રૂપિયાની ખાયકી કરવા પૂરતું જ કરાયું હોવાનો આક્ષેપ અહીંના ખેડૂતો કરી રહ્યા છે અને સત્વરે આ કેનાલની મરામત કરવાની ખેડૂતોની માગ છે.છેલ્લાં કેટલાય સમયથી નાની સિંચાઇ યોજના વિભાગના નપાણિયા અધિકારીઓને કારણે ખેડૂતોને લાભ મળતો નથી તેવો આક્ષેપ છે.

જ્યારે  શિયાળુ પાકમાં સિંચાઇના પાણીની સમસ્યા સર્જાઇ છે. હાલ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં તકલીફ પડી રહી છે. જેમાં તળાવમાં પાણી હોવા છતાં આ પાણી  ખેડૂતોને નથી મળી રહ્યું. જો કે આ અંગે અનેક વાર સિંચાઇ વિભાગના રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તેનું આજ દિન સુધી કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

આ અંગે ગામના ખેડૂતોએ જણાવ્યું કે નાની સિંચાઇ યોજના હેઠળ કેનાલ બનાવવામાં આવી છે. જો કે તેની સાફ સફાઈ અને મરામત માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. જો કે તેમ છતાં તેની કોઇ દરકાર લેવામાં આવી ન હતી. જેના લીધે હાલમાં ખેડૂતોના શિયાળુ પાક પાણીના અભાવે સુકાય રહ્યા છે. તેમજ ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : ઉતરાયણ પર્વ પર ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ

આ પણ વાંચો : ભાવનગર : GISFમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપને CEO આર.ડી.બરંડાએ ફગાવ્યા

Published On - 6:31 am, Thu, 13 January 22

Next Video