ગીર સોમનાથના ખેડૂતો માટે બિપોરજોય વાવાઝોડું આશીર્વાદ સાબિત થયું, જુઓ Video

|

Jun 19, 2023 | 11:46 PM

ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડું આશીર્વાદ સાબિત થયું છે. વાવાઝોડાને કારણે વરસ્યો પાંચથી સાત ઈંચ વરસાદ વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર. ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીનો કર્યો શુભારંભ

Girsomnath :બીપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઘણું નુકસાન થયું છે. પરંતુ આ વાવાઝોડા દરમિયાન વરસેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ખુશ છે. વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લામાં વાવણીલાયક પાંચથી સાત ઈંચ વરસાદ થયો છે. જેથી ખેડૂતોએ ખેતરોમાં વાવણીની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો : સોમનાથ ટ્રસ્ટ બન્યુ નિરાધારનો આધાર, અસરગ્રસ્તોને 10 હજારથી વધુ ફુડ પેકેટનું કર્યુ વિતરણ

અહીંના ખેડૂતો છેલ્લા બે દિવસથી વાવણીની કામગીરીમાં વ્યસ્ત છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ બળદની મદદથી વાવેતર કરવામાં આવી રહ્યું છે અને બે દિવસ બાદ ટ્રેક્ટર વડે વાવણી કરવાની શરૂઆત કરવામાં આવશે. ખેડૂતોને આશા છે કે ચોમાસુ આગળ વધે અને એકાદ અઠવાડિયામાં વરસાદ થાય તો પાક માટે અમૃત સમાન ગણાશે. જો આવું થશે તો ખેડૂતોને સારું ઉત્પાદન મળશે.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video