Junagadh : સાસણગીરમાં સિંહોની ડણક સાંભળવા ઉમટ્યા પ્રવાસીઓ, 3 નવેમ્બર સુધીની તમામ પરમિટ થઈ ફૂલ !

એક તરફ દિવાળીનું વેકેશન (Diwali Vacation) અને બીજી તરફ ગીરનું અદભૂત સૌંદર્ય. મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આ લ્હાવો માણવા પહોંચી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 12:34 PM

ચોમાસા બાદ ગીરમાં (Gir Forest) વનરાજી ખીલી ઉઠી છે. અદભૂત, અકલ્પનીય,અવિશ્વનીય ગીર જોવા લોકો દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવે છે. એશિયાટીક સિંહોના (Asiatic lion) આશ્રયસ્થાન એવા સાસણગીરમાં (Sasan Gir) કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગીરમાં કુદરતના ખોળે વનરાજને ખુલ્લામાં વિચરતા જોવાનો અનેરો લ્હાવો છે. પક્ષીઓનો કલરવ…વિવિધ પ્રજાતિના પ્રાણીઓ…પવનના સુસવાટા અને અવનવી વનસ્પતિ વચ્ચે ખુલ્લામાં દહાડ કરતા ડાલામથ્થા આ જ ગીરની ખરી ઓળખ છે.

સાસણગીરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

એક તરફ દિવાળીનું વેકેશન (Diwali Vacation) અને બીજી તરફ ગીરનું અદભૂત સૌંદર્ય. મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આ લ્હાવો માણવા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓનો ધસારો એટલો છે કે 3 નવેમ્બર સુધીની તમામ પરમિટ (permit) પણ ફૂલ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીર અને દેવળિયા સફારીની મુલાકાત લઇ કુદરતની આ અદભૂત રચનાને માણી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ચોમાસા બાદ 16 ઓક્ટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય (Gir Sanctuary) નિયમિત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ચોમાસાની સિઝન (Monsoon Season) દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ ધમધમી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">