પોળો જંગલ વિસ્તારમાં 20 વર્ષની યુવતી પર યુવકે દુષ્કર્મ આચર્યુ, વિજયનગર પોલીસે હાથ ધરી તપાસ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળો વિસ્તાર નજીક આવેલા ઘોળીવાવ વિસ્તારમાં એક મહિલાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટના અંગે વિજયનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આરોપી યુવકે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી દુષ્કર્મ આચર્યા બાદ આપી હતી. પોલીસે હવે આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જાણીતા પ્રવાસન વિસ્તાર પોળો વિસ્તારોમાં જ આ કલંકીત ઘટના ઘટી હોવાનુ સામે આવ્યુ છે. વિજયનગર પોલીસે ઘટના મામલે તપાસ શરુ કરી છે અને આરોપીને જેલને હવાલે કરવા માટે તેની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ
20 વર્ષીય પરણીત યુવતીને વિજયનગરના ધોળીવાવ વિસ્તારના યુવક સુનિલ વડરે દુષ્કર્મ આચર્યુ છે. આરોપીએ યુવતીને એક કારમાં યેનકેન રીતે બેસાડીને કારને હંકારી મુકી હતી. કારને સુમસામ વિસ્તારમાં લઈ જઈને યુવતીને ધમકાવીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટના બાદ યુવતીએ પોતાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને દુષ્કર્મ આરોપી સુનિલે ગુજાર્યુ હોવાની જાણ પરિવારજનોને કરી હતી. જેને પગલે વિજયનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 28, 2023 11:42 PM