ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન, અસંખ્ય કેરીઓ ખરી પડતા ખેડૂતો ચિંતાગ્રસ્ત- Video

ગીર સોમનાથના તાલાલા પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે. અસંખ્ય કેરીઓ ખરી પડતાં ખેડૂતો લાખોના નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. લસણ, અડદ અને મગ જેવા અન્ય પાકોને પણ અસર થઈ છે.

| Edited By: | Updated on: Apr 03, 2026 | 9:18 PM

ગીરસોમનાથમાં તાલાલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. વરસાદ અને પવનના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. માવઠાા સાથે ભારે વરસાદ ખાબક્તા અસંખ્ય કેરીઓ ખરી પડી છે. આ સાથે પાકમાં અનેક પ્રકારના રોગ આવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આંબાવાડી ધરાવતા ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ છે. આ સાથે ખેડૂતો અને ઈજારદારોએ માવઠાએ વેરેલા વિનાશ સામે સરકાર સમક્ષ વળતરની માગ કરી છે.

તાલાલાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો. જાવંત્રી અને આસપાસના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન ગયુ છે. લસણનો પાક લેતા ખેડૂતોની માવઠાએ મુશ્કેલી વધારી છે. તો કેરી, અડદ અને મગ સહિતના પાકને પારાવાર નુકસાનની ભીતિ છે.

આ તરફ વેરાવળમાં પરોઢે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ સતત વીસેક મિનિટ સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા લોકોની મુશ્કેલી વધી હતી. ખાસ તો શાકભાજીની હરાજીએ નીકળેલા ખેડૂતોની હાલત કફોડી થઈ હતી. આ તરફ સટ્ટાબજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માત્ર થોડા વરસાદમાં જાણે ચોમાસું જામ્યું હોય તેમ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તેને લઈને સ્થાનિકોમાં પણ તંત્ર વિરુદ્ધ રોષનો માહોલ પણ જોવા મળ્યો.

સોનાના ભાવમાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો… શું આ ખરીદીની શ્રેષ્ઠ તક છે કે હજુ મોટી મંદી બાકી છે?

 

Published On - 9:16 pm, Fri, 3 April 26

Follow Us