Gujarati Video : ગીર સોમનાથના ઉનામાં Cyclone Biparjoyની અસર, ભારે પવન સાથે વરસ્યો વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના ઉના શહેરમાં જોવા મળી છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડુ(Cyclone Biparjoy) તોફાની બન્યું છે. જે હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. જેમાં વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના ઉના શહેરમાં જોવા મળી છે.
આ પણ વાંચો : Ahmedabad: કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન શોપિંગના વોલેટ હેક કરી આચરી છેતરપિંડી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથના નજીકના દરિયામાં ઉંચા મોજા આવી રહ્યા છે. જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
તો બીજી તરફ આજે વહેલી સવારથી અમદાવાદના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાળા ડીંબાદ વાદળો સાથે વરસાદ પડ્યો છે. જેમાં ઇસનપુર, મણિનગર, વટવા, નારોલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો