Gir Somnath: સોમનાથમાં દુર્ગંધથી લોકો પરેશાન, ગેરકાયદે ચાલતી ફિશમિલથી પ્રદૂષણ ફેલાઈ રહ્યાનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 17, 2023 | 7:32 AM

સોમનાથ નજીક ગેરકાયદે ચાલતા ફિશમિલના પ્લાન્ટમાંથી ફેલાતા પ્રદુષણ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હોટલ સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

સોમનાથ મંદિર અને આજુબાજુમાં દુર્ગંધ યુક્ત વાતાવરણનું દુષણ વધ્યું છે. તીર્થધામ સોમનાથ નજીક મચ્છીની તીવ્ર દુર્ગંધથી યાત્રિકો પરેશાન થયા છે. આ બાબતે સ્થાનિકોએ તાકીદે યોગ્ય કાર્યવાહીની માંગ તંત્ર સમક્ષ કરી છે. સોમનાથ નજીક ગેરકાયદે ચાલતી ફિશમિલના પ્લાન્ટમાંથી થતાં દુર્ગંધ ફેલાતી હોવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હોટલ સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે અને  વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

દર્શનાર્થે આવતા ભાવિકોમાં કચવાટ

સોમનાથ હાઇવે નજીક ખેતરોમાં ગેરકાયદે જ્વલા નામની દરીયાઇ જીવાતની સુકવણીના કારણે અતી દૂર્ગંધ આવતી હોય છે. જેના કારણે મંદિરે દર્શન માટે આવતા યાત્રિકો પરેશાન થાય છે. દેશભરમાંથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા ભાવિકોમાં કચવાટ દેખાય છે. આ અંગે સ્થાનિક હોટલ સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

 

જ્વલા નામની દરીયાઇ જીવાતની થાય છે સુકવણી

ગેરકાયદે ફિશમિલ પ્લાન્ટ અને ખુલ્લામાં થતી સુકવણી સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઇન્સ્ટન્ટ સ્ટરીલાઇઝ ફીશ મીલ પ્લાન્ટ, સ્કવીડ ફીશ બોઇલીંગ યુનિટ અને ગેરકાયદે જ્વલા નામની દરીયાઇ જીવાતની સુકવણીને કારણે પવિત્ર સોમનાથ મંદિર તેમજ આસપાસના વિસ્તારમા અસહ્ય દુર્ગંધ ફેલાય છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાષાનો નહીં રહે બાધ, સરકાર દ્વારા પ્રવાસીઓ માટે દુભાષિયાઓની વ્યવસ્થા કરાઇ

સોમનાથ મંદિરની આસપાસ દૂર્ગંધને લઈને સ્થાનિકો અને યાત્રિકોએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પવિત્ર યાત્રાઘામમાં આ પ્રકારની દૂર્ગંધ ફેલાતા અનેક સવાલો પણ ઉભા થયા છે. સમગ્ર બાબતે તંત્ર જાગૃત થાય અને વહેલી તકે સોમનાથ ખાતે આવતા યાત્રીઓ અને સ્થાનિકોની મુશ્કેલી અંગે યોગી કાર્યવાહીના સૂર ઉઠ્યા છે.

(ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોશી)

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…