Gujarat Rain Video: વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી NDRF ની ટીમની બચાવ કામગીરી, 20 થી 25 જેટલા ગામો સંપર્ક વિહોણા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 6:43 PM

Heavy Rainfall Veraval:ભારે વરસાદને લઈ વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.

 

ભારે વરસાદને લઈ વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.ભાલકા મંદિર વિસ્તારમાં ફસાયેલા લોકોનુ રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. બટાલીયન-6 દ્વારા તેમને બચાવ કામગીરી કરવામાં આવી હતી.

ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમાએ કહ્યુ હતુ કે, અનેક વિસ્તારોમાં ફસાયેલા અનેક લોકોનો સલામત રીતે બહાર નિકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં ફસાયેલા છે. 20 થી 25 જેટલા ગામો સંપર્ક વિહોણા બનેલા છે. આ સમગ્ર વિગતોથી રાજ્યના મુખ્યપ્રધાનને પણ જાણકારી આપવમાં આવી છે એમ MLA ચુડાસમાએ કહ્યુ હતુ. NDRF દ્વારા 160 લોકોનુ રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

 

આ પણ વાંચો :  Monsoon 2023: જૂનાગઢમાં ઓઝત નદી બેકાંઠે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, જુઓ Video

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 19, 2023 06:41 PM
g clip-path="url(#clip0_868_265)">