ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો

|

Nov 26, 2023 | 10:42 AM

ગીર સોમનાથના તાલાલામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે ગીર સોમનાથના પાટણ- વેરાવળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. તો ગીર સોમનાથના ઉના, સૂત્રાપાડામાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢાના કેશોદ અને અમરેલીના ખાંભામાં અડધા ઈંચથી વધુ વરસાદ જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના તાલાલામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગીર સોમનાથના પાટણ- વેરાવળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. તો ગીર સોમનાથના ઉના, સૂત્રાપાડામાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢાના કેશોદ અને અમરેલીના ખાંભામાં અડધા ઈંચથી વધુ વરસાદ જોવા મળે છે. તો આ સાથે રાજકોટના ધોરાજી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જસદણ પંથકના વિરનગર, મોટા દડવા. કમળાપુર, કોઠી, કનેસરા સહિતના વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો આજે સવારથી મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. તો વાંકાનેરમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હોવાનું સામે આવ્યુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video