Gir Somnath: ઉનાના સામેતર ગામના બજારમાં સિંહ લટાર મારવા પહોંચ્યા, સ્થાનિકોમાં ભય, 4 સિંહનો વાયરલ થયો Video
સામેતર ગામમાં આમ તો અવાર નવાર સિંહ લટાર મારતા જોવા મળતા હોય છે. પરંતુ એક સાથે ચાર સિંહની લટાર આ વખતે જોવા મળી છે. ગામની અલગ અલગ શેરીઓમાં સિંહ ફરતા જોવા મળ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સામેતર ગામમાં સિંહ લટાર મારવા માટે પહોંચ્યા હતા. સામેતર ગામના બજારની શેરીઓમાં મોડી રાત્રીના અરસા દરમિયાન ચાર સિંહ પહોંચ્યા હતા. ચારેય સિંહ આરામ થી લટાર મારીને પરત ફર્યા હતા. સામેતર ગામમાં રાત્રીના સમયે સિંહની લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. એક સાથે ચાર સિંહ જોવા મળવાને લઈ આ વીડિયો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે.
સામેતર ગામમાં આમ તો અવાર નવાર સિંહ લટાર મારતા જોવા મળતા હોય છે. પરંતુ એક સાથે ચાર સિંહની લટાર આ વખતે જોવા મળી છે. ગામની અલગ અલગ શેરીઓમાં સિંહ ફરતા જોવા મળ્યા હતા. સિંહ શિકારની શોધ કરતા કરતા સામેતર ગામના બજારની શેરીઓમાં પહોંચ્યા હોય એમ માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 27, 2023 08:56 PM