Gir Somnath : વેરાવળમાં ભારે વરસાદ બાદ હિરણ નદીમાં નવા નીરની આવક, સવની ગામનો નયનરમ્ય નજારો- જુઓ Video

|

Jul 06, 2023 | 11:51 PM

Gir Somnath: વેરાવળમાં ભારે વરસાદ બાદ હિરણ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીની સુંદરતાનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. ભારે વરસાદ બાદ હિરણ નદીનો ગાગડિયા ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ બાદ હિરણ નદીમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના સવની ગામ પાસેનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. વરસાદના કારણે હિરણ નદીમાં નવા નીરની આવક થતા ગાગડિયા ધોધ વહેતો થયો છે. ગાગડિયા ધોધમાં વરસાદી નીર વહેતા થયા છે. દૃશ્યો જોઇને લાગે છે, જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય. કુદરતની સુંદરતાનો રમણીય નજારો જોવા મળ્યો છે.

ગાગડિયા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ગીરસોમનાથમાં ગીરના સિંહો સમગ્ર એશિયાની ઓળખ બન્યા છે તો અહીં કુદરતે વીણી-વીણીને કુદરતી સૌદર્ય ભર્યુ છે. હાલ ચોમાસાની સિઝન વચ્ચે ભારે વરસાદ બાદ હિરણનદી બે કાંઠે થતા નદીના વહેતા નીરના નયનરમ્ય નજારો જોવા મળ્યો તો બીજી તરફ ગાગડિયા ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સહેલાણીઓ માટે આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો : Gir Somnath : દીવના બીચ ચોમાસામાં 3 મહિના બંધ, કલમ 144 લગાડીને સખત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video

હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે.. ચોમાસાના સીઝન વચ્ચે હિરણ નદી અને ગાગડિયા ધોધ ખીલી ઉઠ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video