બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સામે સાવજ આવી જાય તો…. બસ આવુ જ થયુ- જુઓ Video

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સામે સાવજ આવી જાય તો…. બસ આવુ જ થયુ- જુઓ Video

| Updated on: Sep 18, 2026 | 9:09 PM

ગીર સોમનાથના છોડવડ દલખાણિયાથી એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં વનરાજા હાલ ચોમાસામાં પોતાનું વેકેશન ગાળી રહ્યા છે ત્યારે વિવિધ જગ્યાએથી તેમના આંટાફેરાના સમાચાર સામે આવતા રહે છે. આ જ દરમિયાન બે દલખાણિયા રોડ પરથી બાઈક લઈને એક યુવક પસાર થઈ રહ્યો હતો અને અચાનક સામે સાવજ આવી ગયો. જો કે બાઈક ચાલકે સમય સૂચક્તા વાપરી ત્યાંથી ધીમે રહીને પસાર થઈ ગયો

ગીર સોમનાથના છોડવડ દલખાણિયા રોડ પર એક અનોખી ઘટના જોવા મળી. હાલ વનરાજાનું વેકેશન ચાલી રહ્યુ છે અને સિંહદર્શન બંધ છે ત્યારે સિંહો પણ મુક્ત રીતે આમતેમ આંટાફેરા કરતા રહે છે. ક્યારેક ગામ અને સીમભણી પણ આવી ચડે છે. આવુ જ કંઈક જોવા મળ્યુ છોડવડ ગામે. જ્યા દલખાણિયા જવાના રોડ પર એક બાઈક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક સિંહ ઝાડીઓમાંથી રોડ પર આવતો દેખાયો. જો કે અચાનક સિંહને જોઈને બાઈક ચાલકે તેનું બાઈક ધીમુ કર્યુ અને ધીમે રહીને ત્યાંથી સરકી ગયા. ત્યારબાદ એ જ રોડ પરથી તેમની પાછળ અન્ય એક બાઈક ચાલક પણ નીકળ્યા. તેઓ પણ ધીમે રહીને સિંહની બાજુમાંથી પસાર થઈ ગયા.

જો કે સદ્દનસીબે સિંહ પણ બંનેમાંથી એકપણ બાઈક ચાલકની સામે જોયા વિના તેના રસ્તા પરથી પસાર થઈ ગયો. બાઈક ચાલકોએ પણ સમયસૂચક્તા વાપરી અને શાંતિથી કોઈ જ અવાજ ન કર્યો. સિંહન પણ કોઈ કનડગત ન કરી અને બાઈક ધીમુ કરી દીધુ. અને જેવો સિંહ પસાર થયો કે ધીમે રહીને તેઓ પણ ત્યાંથી આગળ વધી ગયા.

હાલ સામે આવેલા આ વીડિયોમાં ગીરની અનોખી પ્રકૃતિ જોવા મળે છે. આજ તો ગાંડી ગીરનો મિજાજ છે જ્યાં ડાલા મથ્થા પણ જો તેને કોઈ છેડે નહીં તો કોઈને નુકસાન પહોંચાડતા નથી અને માનવીઓ સાથે શાંતિથી એકસાથે રહે છે. ગીરમાં અવારનવાર આ પ્રકારના દૃશ્યો જોવા મળી જાય છે.

Input Credit- Dilip Mori- Gir Somnath

અમદાવાદમાં પાણી ભરાવા મામલે AMC ની નફ્ફટ દલીલ, આખા વર્લ્ડમાં પાણી ભરાય છે…. રણમાં વરસાદ આવે તો ત્યા પણ પાણી ભરાય…. Video

Published on: Sep 18, 2026 09:04 PM
Follow Us
Loading...
Unable to load recommendations.