Gujarati Video : જામનગરની જીજી હોસ્પિટલ બાળ દર્દીઓ વધ્યા, 200 બેડ પર 500 બાળ દર્દીઓ સારવાર હેઠળ, જુઓ Video મા ઉભરાતા દર્દીઓ
હોસ્પિટલમાં 200 બેડ પર 500 જેટલા બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જામનગરમાં બેવડી ઋતુના કારણે ઓરી, વાયરલ, શરદી અને ઉધરસના કેસમાં સતત વધારો થયો છે. ઓરીના બાળકોમાં વધી રહેલા રોગચાળાને લઈને જીજી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ છે. છેલ્લા 1 માસથી બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :Jamnagar: બાળકો સહિત તબીબોમાં વધ્યા વાયરલ તાવના કેસ, ઓરીની સારવાર માટે સ્પેશિયલ વોર્ડ કરાયો કાર્યરત
હોસ્પિટલમાં 200 બેડ પર 500 જેટલા બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી એક ખાટલામાં એકથી વધુ અને કેટલાક વોર્ડમાં ખાટલા ન મળતા જમીન ઉપર પણ બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ છે. હોસ્પિટલના બાળ વિભાગે વધુ વોર્ડ અને સ્ટાફની માગ કરવામાં આવી છે.
જીજી હોસ્પિટલમાં 12 બાળકોમાં ઓરીના કેસ નોંધાયા છે. ઓરીના બાળ દર્દી માટે 15 બેડનો અલગ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. બાળકો સાથે એક બાળ દર્દીના માતા અને 7 ઈન્ટન તબીબ પણ ઓરીના ઝપેટમાં આવ્યા છે.
જો ઓરીના લક્ષણોની વાત કરીએ તો, શરદી, તાવ, ઉધરસ અને ગળામાં તકલીફ થાય છે. શરીરમાં દુખાવો, આંખમાં બળતરા અને આંખો પણ લાલ થતી હોય છે. પાંચથી સાત દિવસ પછી શરીર પર લાલ ઓરી નીકળે છે. જયારે કેટલીક વખત મોઢા પર સફેદ ડાઘ પણ દેખાય છે.
