આણંદ વીડિયો : ખંભાતના રોહન ડાઈઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજની ઘટના, કર્મચારીઓમાં ભયનો માહોલ

|

Feb 06, 2024 | 4:43 PM

આણંદ જિલ્લાના ખંભાતમાં રોહન ડાઈઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજની ઘટના બની છે. ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. તેમજ વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટલમાંથી ગેસ લીકેજ થયો હોવાની ઘટના બની છે. ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની કર્મચારીઓએ ફરિયાદ કરી છે.

રાજ્યમાં ઘણી વાર ગેસ લીકેજની ઘટના બનતી હોય છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં રોહન ડાઈઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજની ઘટના બની છે. ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. તેમજ વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટલમાંથી ગેસ લીકેજ થયો હોવાની ઘટના બની છે. ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની કર્મચારીઓએ ફરિયાદ કરી છે.

મામલતદાર, GPCBના અધિકારી સહિતની ટીમે કંપનીમાં તપાસ કરી છે.વારંવાર ગેસ લીકેજની ઘટના બાદ પણ તંત્ર દ્વારા પગલા લેવામાં ન આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ગેસ લીકેજ થવાથી આજુબાજુના વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓને વહેલા છોડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video