“પાદીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો…..” ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન- જુઓ Video

“પાદીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો…..” ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન- જુઓ Video

| Updated on: Nov 01, 2026 | 7:09 PM

મહેસાણામાં આયોજિત પાટીદાર મહાસંમેલનમાં ગણપત પટેલે પાટીદારના છોકરાઓને લઈને વિવાદી નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ એકતરફ આપણી છોકરીઓ ગોલ્ડ મેડલ લાવે છે તો બીજી તરફ પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો મેળ ક્યાંથી પડવાનો છે.

મહેસાણામાં આયોજિત પાટીદાર મહાસંમેલનમાં પાટીદાર અગ્રણી અને ગણપત યુનિવર્સિટીના પ્રમુખ ગણપત પટેલે પાટીદારના દીકરાઓને લઈને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. પાટીદારના છોકરાઓને લઈને તેમની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ આજે યુવાનોમાં ડ્રગ્સનું અને નશાનું દૂષણ વધતુ જાય છે. આજે પાટીદાર પરિવારો ઘણા સદ્ધર તો થયા છે પરંતુ દૂષણો પણ ઘણા આવ્યા છે. તેમણે કહ્યુ સમાજના દીકરાઓ ડ્રગ્સ અને દારૂના વ્યસને ટડી જય છે. આજે આગેવાનોએ યુવાનોને આવા ગેરમાર્ગે જતા રોકવાની અને તેમનામાં સમજણ લાવવાની જરૂર છે.

ગણપત પટેલે પાટીદાર છોકરાઓને લઈને વિવાદી નિવેદન કર્યુ કે આજે પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે. એકતરફ આપણી છોકરીઓ ગોલ્ડ મેડલ લાવી રહી છે અને છોકરા દારૂડિયા થતા જાય છે તો મેળ ક્યાંથી પડવાનો છે. સમસ્યા તો પહેલા આપણા ઘરમાં જ છે. તો સુધારો તો પહેલા ઘરથી જ લાવવો પડશે. આ સાથે તેમણે પાટીદાર યુવકોમાં સમજણ લાવવાની વાત પર ભાર મુક્યો.

ઉલ્લેખનિય છે કે ગણપત પટેલ જેઓ પેટ પટેલ તરીકે પણ જાણીતા છે. તેઓ ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક તરીકે જાણીતા છે, તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ચારોકી ઈન્ટરનેશનલના સ્થાપક છે. નિવૃત થતા પહેલા તેઓ પ્રમુખ અને CEO હતા. હાલ તેઓ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલી ગણપત યુનિવર્સિટીના ચેરમેન છે.

Input Credit- Manish Mistri- Mehsana

 

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો

Published on: Nov 01, 2026 07:02 PM
Follow Us
Loading...
Unable to load recommendations.